Surendranagar : લીંબડી લકુલીશ ધામ ખાતે બેઠક યોજાઇ, રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે થઈ ચર્ચા

દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વિશ્વ યોગ ગુરૂ રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 5 દિવસ માટે યોજાવાનો છે ત્યારે પૂર્વ આયોજિત માટે આજે લાઇફ મિશન લીંબડી ટ્રસ્ટીઓ, યોગ, સેવકો સાથે લીંબડી લાઇફ મિશન ના અધ્યક્ષ આઈ.કે. જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી

આ બેઠક માં સુરેન્દ્રનગર તેમજ લીંબડી શહેર માં શોભાયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા, રાત્રિના સમયે ભજન, ડાયરો, પ્રસાદ, પૂજા પાઠ સહિત ના કાર્યક્રમ માં દરેક સમાજ ના લોકો તેમજ પુરા વિશ્વ તથા ભારત ભરમાંથી મહેમાનો, સાધુ સંતો પધારવાના છે ત્યારે વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ બેઠક માં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, લાઇફ મિશન મહા સચિવ અશોકસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, ભગીરથસિંહ રાણા, અને લીંબડી, સુરેન્દ્રનગર, લખતર કરણી સેના, ક્ષત્રિય સમાજ હોદેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સુરતમાં કુદરતનો કહેર: અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાંથી 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે સુરત જિલ્લામાં જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. સતત ધોધમાર વરસાદને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારો…

સાયબર ફ્રોડથી કેવી રીતે બચશો? સુરક્ષિત રહેવા માટેની ૧૦ ગોલ્ડન ટિપ્સ

ડિજિટલ યુગમાં ઓનલાઈન બેંકિંગ, UPI પેમેન્ટ, WhatsApp, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે જ **સાયબર ફ્રોડ (Cyber Fraud)**ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.…