ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સત્રની અવધિ અને બેઠકો
ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે.
સત્રનું મુખ્ય કામકાજ
સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે.
ચર્ચા અને નાણાકીય કામકાજ
રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો યોજાશે. સરકારી કામકાજ અને વિધેયકો માટે 4 બેઠકો નક્કી કરવામાં આવી છે. નાણાકીય કામકાજ માટે કુલ 18 બેઠકો રહેશે, જેમાં
– બજેટ પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો,
– વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો,
– પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 2 બેઠકો યોજાશે.
બિનસરકારી કામકાજ
સત્ર દરમિયાન 6 બેઠકોમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
તારાંકિત પ્રશ્નો અંગે વ્યવસ્થા
સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ પણ હાથ ધરાશે. આ માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથો બનાવવામાં આવ્યા છે. સભ્યોને પ્રશ્નોની સૂચના ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમથી આપવા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કામકાજ સલાહકાર સમિતિની બેઠક
સત્ર શરૂ થતાં પહેલાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજ અંગે વિગતવાર ચર્ચા કરીને ભલામણો કરવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






