ગાંધીનગર અડાલજ નજીક થયેલ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારે આજે આરોપીને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાયકો કીલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું.
હત્યાના આરોપી વિપુલ પરમારને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આરોપી સાયકો કીલર વિપુલે જ્યાં મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી.
જાણો શું હતો મામલો
20 સપ્ટેમ્બરની મોડીરાત્રે બર્થ ડે સેલિબ્રેશન માટે યુવક-યુવતી કારમાં બેઠાં હતાં. આદરમિયાન લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા. જેમાં યુવકે પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા માર્યા હતા. જેમાં યુવક વૈભવ મનવાણીનું મોત નીપજ્યું હતુ.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







