ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

ગુજરાતમાં આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ

-> જૂના શિક્ષકોની ભરતી :- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્વારા ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 4532 અરજી મળી હતી.

-> શિક્ષણમંત્રીની જાહેરાત :- રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *