Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી

જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ છે. ભાજપે પાલિકા પ્રમુખ અને ઉપ્રપ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ ઉમેદવારોની નામોની જાહેરાતનો દોર શરૂ કર્યો છે. જાણો કયા વિસ્તારમાં કોને રીપીટ કરાયો તો કયાં નવા ઉમેદવારને કમાન સોંપવામાં આવી છે.

જૂનાગઢ :- જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. જૂનાગઢને નવા જીલ્લા ભાજપ પ્રમુખ મળ્યા. ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા. ચંદુભાઈ મકવાણા જીલ્લા ભાજપ મહામંત્રી હતા. પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

સુરત :- સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતા પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ છે. કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજી ટર્મ માટે નિર્વિવાદીત ભરત રાઠોડની વરણી કરાઈ. હળપતિ સમાજમાંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ મૂકી ફેવર કરી હતી.અગાઉ સંદીપ દેસાઈ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી.

વડોદર :- વડોદર શહેરમાં નવા પ્રમુખને સ્થાન મળ્યું. જીલ્લા ભાજપ પ્રમુખ પદે ડો.જયપ્રકાશ સોનીની નિમણૂંક કરાઈ. ડોકટર જય પ્રકાશ સોની આરએસએસ ગોત્રના છે.

ભાવનગર :- ભાવનગર શહેર ભાજપ પ્રમુખની નિમણૂંકની જાહેરાત કરવામાં આવી. પ્રમુખ તરીકે કુમાર (કૃણાલ) શાહની નિમણૂંક કરાઈ. કુમાર શાહ ભાવનગરમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. પ્રમુખ તરીકે વણિક સમાજના આગેવાનની પસંદગી કરવામાં આવી. સી.આર.પાટીલે કૃણાલ શાહના ઘરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

નર્મદા :- નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ પદે નીલ રાવની નિયુક્તિ કરાઇ છે. નીલ રાવ નર્મદા જિલ્લા મહામંત્રી હતા.

ગાંધીનગર :- ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપિટ કરાયા છે. એટલે કે અનિલ પટેલને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે આ વાતની સ્પષ્ટતા કરી. અનિલ પટેલે ગાંધીનગર જિલ્લા ભાજપ તરીકે પોતાની વરણીને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં પક્ષની ઇચ્છા અનુસાર કામ કર્યું તેનું મને પરિણામ મળ્યું છે.

સુરત :- સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડને રિપીટ કરાયા છે. હળપતિ સમાજમાંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે. અગાઉ સંદીપ દેસાઈ ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ હતા, પરંતુ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી, અને હવે તેમને ફરીએકવાર રીપીટ કરી તેમને જ આ પદ પર યથાવત રખાયા છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણા :- મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને રિપિટ કરાયા છે. ગોરધન ઝડફિયા,વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ની ઉપસ્થિતીમાં આ વરણી કરાઇ હતી.

અમરેલી :- અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણુંક કરાઇ છે. અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે.

નવસારી :- નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહને રિપીટ કરાયા છે. ભુરાલાલ શાહ નવસારી જિલ્લા ભાજપ તરીકે જ પદ પર કાર્યરત છે અને તેમને આગળ યથાવત રખાયા છે. 2020 થી ભુરાલાલ શાહ જિલ્લા ભાજપ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભુરાલાલ શાહની નવસારી જિલ્લા ભાજપ તરીકેની બીજી ઈનિંગ શરૂ થઇ છે. ભાજપના આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ

બનાસકાંઠા :- બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરતાં પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ. કિર્તિસિંહ જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા. પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ,ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં વરણી કરાઈ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *