કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી એટલે કે 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 8 માર્ચે બપોરે 12:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચન કરશે. પછી તેઓ કોડીનારના ચલાલા ખાતે સુગર મિલના પુનઃસ્થાપના માટે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે, જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.
આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી
અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈના આચાર્ય શ્રીમદ બુદ્ધિશાગર સૂરીશ્વર મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે. સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ દ્વારા પુનામુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરશે. એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. 12 કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેસેજી દ્વારા નિર્માણ પામનાર ‘ફેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર’ ના ભૂમિપૂજન પોર્ટલનું લોન્ચિંગ કરશે.શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપશે.
આ પણ વાંચો :- Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદથી રાજકારણ ગરમાયું, સાંસદે કહ્યું- જલારામ બાપાનું અપમાન કરવાનો કાઈને અધિકાર નથી
આ ઉપરાંત 12 કાઉન્સિલર ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા હજારો વકીલો 9 માર્ચે શપથ સમારોહ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી 12 કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે SOG દ્વારા નિર્માણ પામેલા પર્ફોર્મન્સ સેન્ટરના ભૂમિ પૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર રહેશે. વધુમાં શાહ શ્વાશ્વત મેથીલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ તેમજ કવિ કોકીલ વિદ્યાપતિની મૂર્તિના અનાવલ પ્રસંગે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી ડભોડા ખાતે ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
આમ કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાનમાં વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ પ્રવાસમાં આધ્યાત્મિક, શૈક્ષણિક, નાણાકીય અને કાનૂની ક્ષેત્રો સાથે જોડાયેલા વિવિધ મહત્વના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગુજરાત માટે તેઓનો આ પ્રવાસ રાજ્યના વિવિધ વિકાસલક્ષી અને સાંસ્કૃતિક પરિયોજનાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








