EPFO 3.0: ‘ગુડ ન્યુઝ’! હવે ATMમાંથી જ ઉપાડી શકાશે PFના પૈસા

EPFO (Employees’ Provident Fund Organisation)ના 9 કરોડથી વધુ સભ્યો માટે ખુશખબર છે. EPFO ટૂંક સમયમાં ડિજિટલ યૂગમાં મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે EPFO નું નવું IT પ્લેટફોર્મ EPFO 3.0 મે કે જૂન 2025 સુધી લોન્ચ થવાનું છે.

EPFO 3.0ના અમલ પછી, ખાટાધારકોને પેપરલેસ, ઝડપી અને સરળ સેવાઓ મળશે. સૌથી ખાસ વાત એ છે કે હવે સભ્યો ATM મારફતે તેમના PFના પૈસા ઉપાડી શકશે – જે આજ સુધી માત્ર કાગળની પ્રક્રિયાથી જ શક્ય હતું.

શું હશે EPFO 3.0 ની ખાસિયતો?
– ATM મારફતે PF ઉપાડવાની સુવિધા
– ઓટો-ક્લેમ સેટલમેન્ટ (Auto-Claim Settlement)
– ડિજિટલ કરેક્શન – એટલે કે ઓનલાઈન સુધારાઓ
– OTP દ્વારા ખાતામાં ફેરફારની સુવિધા
– ઝડપી દાવાની પતાવટ
– પેન્શન વિગતો ઓનલાઈન જોઈ શકાય તેવી વ્યવસ્થા
EPFO 3.0 સભ્યોને ઓફિસના ચક્કર ખાવાની કે લાંબા ફોર્મ ભરવાની જરૂર નહિ રહે – હવે માત્ર મોબાઇલ અને OTP વેરિફિકેશનથી જ તમામ કામગીરી શક્ય બની જશે.

EPFOના આંકડા
હાલમાં EPFO પાસે કુલ ₹27 લાખ કરોડથી વધુનું ભંડોળ છે અને તે સભ્યોને 8.25% વ્યાજ આપે છે. નવા પ્લેટફોર્મથી ભવિષ્યમાં વધુ પારદર્શકતા અને ઝડપ મળશે.

EPFOનો ઉદ્દેશ
EPFO 3.0 વડે સંસ્થા “people-first approach” અપનાવશે અને સેવાઓને ડિજિટલ રૂપે એક નવો આયામ આપશે. પેન્શનરો અને યુવાનો બંને માટે આ મોટી રાહત અને ટેકનોલોજી તરફનો મજબૂત પગથિયો ગણાશે. તો હવે PF ઉપાડવો બનશે એટલો જ સરળ, જેટલું ATMથી નાણાં ઉપાડવું! તમે આ નવી વ્યવસ્થા માટે તૈયાર છો?

Related Posts

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ…

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન

સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *