બેંક ખાતામાં કેટલાં રૂપિયા સુધી રોકડ જમા કરી શકો છો? જાણો નવા આવકવેરા કાયદા મુજબના નિયમો

જો તમે તમારા બેંક ખાતામાં મોટાપાયે રોકડ જમા કરો છો, તો તમારા માટે આવકવેરા વિભાગના નિયમો જાણવું અત્યંત જરૂરી છે. આવકવેરા અધિનિયમ 2025 મુજબ, રોકડ જમા અને ઉપાડને લઈને ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. નાણા ભંડોળની પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર કડક પગલાં લઈ રહી છે.

રોકડ થાપણ મર્યાદા – બચત અને ચાલુ ખાતા માટે અલગ નિયમો
– બચત ખાતા માટે મર્યાદા: ₹10 લાખ (એક નાણાકીય વર્ષમાં)
– ચાલુ ખાતા માટે મર્યાદા: ₹50 લાખ
જો આ મર્યાદા ઓળંગાય છે, તો બેંકો આ માહિતી આવકવેરા વિભાગને આપશે. હાંલांकि, આવી થાપણો પર તરત ટેક્સ લાગતો નથી, પરંતુ આવકના સ્ત્રોત અંગે સ્પષ્ટતા જરૂરી છે.

મહત્વની કલમો અને તેનો અર્થ
▶ કલમ 194N – રોકડ ઉપાડ પર TDS
₹1 કરોડથી વધુ ઉપાડે 2% TDS

જેોએ છેલ્લાં 3 વર્ષથી ITR ન ભરી હોય, તેમને ₹20 લાખથી વધુ ઉપાડે 2% અને ₹1 કરોડથી વધુે 5% TDS

▶ કલમ 269ST – રોકડ લેવડદેવડ મર્યાદા
કોઈ પણ વ્યક્તિ ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારશે તો તે દંડ પાત્ર બનશે (પ્રત્યક્ષ લેવડદેવડ)

▶ કલમ 269SS / 269T – રોકડ લોન સંબંધિત નિયમો
₹20,000થી વધુની રોકડ લોન લેવી કે ચુકવવી કાયદેસર નથી, અન્યથા સમાન રકમનો દંડ

▶ કલમ 68 – આવકના સ્ત્રોતની પુષ્ટિ
જો તમારું રોકડ સ્ત્રોત સ્પષ્ટ ન હોય, તો 78% સુધીનો ટેક્સ અને દંડ લાગૂ થઈ શકે

વ્યવસાયિકો માટે ખાસ નોંધ
વ્યવસાય ધરાવતા લોકો માટે, જો રોકડ જમા કરાવેલી રકમ તેમના ડિકલેર કરેલા ટર્નઓવર સાથે મેળ ખાતી હોય, તો તેને ટેક્સનો ડર રહેતો નથી.જો રકમ વ્યવસાયથી અલગ છે, તો IT વિભાગ તપાસ કરી શકે છે.

શું કરવું જોઈએ?
– તમામ રોકડ લેવડદેવડ માટે યોગ્ય દસ્તાવેજો રાખો
– નિયમિત રીતે ITR ફાઇલ કરો
– કોઈ પણ મોટી રોકડ રકમ લઈ કે આપી રહ્યા હોવ તો CA ની સલાહ લો
– ખોટી માહિતી આપવી કે છુપાવવી ટાળો – ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે

 

Description : ઉપર આપેલ માહિતી અનુસરતા પહેલા CA અથવા વકીલની અને યોગ્ય જાણકાર વ્યક્તિની સલાહ લેવી

Related Posts

Stock Market Crash Today 2026: શેરબજારમાં કડાકો, ૪.૯ લાખ કરોડ સ્વાહા..

Stock Market બજાર ખુલતાની સાથે જ કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડ્યો, રોકાણકારોની સંપત્તિમાં મોટો ઘટાડો ભારતીય Stock Marketમાં આજે સપ્તાહની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે. સોમવાર, 28 સપ્ટેમ્બર 2026ના રોજ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડ્યો, જ્યારે નિફ્ટી 50 પણ 23,000ના સ્તરની નીચે સરકી ગયો હતો. સવારે 9:25 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 73,188.04ના સ્તરે હતો, જે અગાઉના બંધની સરખામણીએ 707.70 પોઈન્ટનો ઘટાડો દર્શાવતો હતો. તે સમયે નિફ્ટી 50 પણ 22,914.45ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં વેચવાલી એટલી વ્યાપક રહી કે થોડા સમય બાદ સેન્સેક્સનો ઘટાડો વધુ વધ્યો. સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ લગભગ 72,961ના સ્તરે પહોંચી ગયો હતો અને 934…

Gold Rate Today In Gujarat 2026: શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

ગુજરાતમાં Goldના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું ₹1.52 લાખને પાર ગુજરાતમાં Goldના ભાવને લઈને આજે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં સતત જોવા મળી રહેલી વધઘટ વચ્ચે આજે 24 કેરેટ સોનું આશરે ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. સોનાનો ભાવ આટલા ઊંચા સ્તરે પહોંચતા સામાન્ય ખરીદદારો તેમજ Goldમાં રોકાણ કરનારા લોકોનું ધ્યાન ફરી એકવાર બજાર તરફ ગયું છે. ખાસ કરીને તહેવારો અને લગ્નસરાની સિઝન નજીક આવતી હોય ત્યારે સોનાના ભાવમાં થતી નાની-મોટી હિલચાલ પણ ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી શકે છે. સોનું ભારતીય પરિવારો માટે માત્ર કિંમતી ધાતુ નથી, પરંતુ પરંપરા, બચત અને રોકાણ સાથે પણ જોડાયેલું છે. ગુજરાતમાં લગ્ન, તહેવાર, ધાર્મિક પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગોમાં સોનાના દાગીનાની ખરીદી કરવાની પરંપરા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *