ધોરાજી નગરપાલિકા પ્રમુખનું સંગીતા બારોટે અચાનક પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રમુખ તરીકે નિમણૂક બાદ સંગીતાબેન ચર્ચામાં હતા તો દારુની બોટલ સાથેના ફોટો વાયરલ થતા રાજીનામું આપી દેવાયું છે.રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા
સંગીતા બારોટનું પ્રમુખ પદેથી રાજીનામું :- રાજીનામાને લઇ સંગીતા બારોટને લઈને કહેવું છે કે, મે મારી ઇચ્છાથી રાજીનામું આપ્યું છે અને હુ પક્ષ સાથે જોડાયેલી છુ અને રહીશ,‘મારી શક્તી કરતા વધુ કામ કર્યું હતુ પાલિકામાં એટલે રાજીનામું આપ્યું હોવાનો લુલો બચાવ કર્યો હતો. તો વધુમાં તેમણે કહ્યું કે,મારી કામની ક્ષમતાને લીધે રાજીનામું આપ્યું છે.રાજકોટ જિલ્લા કલેકટરને પ્રમુખે રાજીનામું સોંપ્યું છે.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ
તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નાગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








