જૂનાગઢ જિલ્લા જેલમાં DG સ્ક્વોડના ચેકિંગથી ખળભળાટ, હાઈ સિક્યુરિટી સેલ પાસે સીમ કાર્ડ સાથે મોબાઇલ ઝડપાયા

જૂનાગઢ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. શનિવારે અમદાવાદની ડીજી સ્ક્વોડ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સીમ કાર્ડ સાથે બે મોબાઇલ ફોન ઝડપાયા.

અમદાવાદ ડીજી સ્ક્વોડના દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતના અધિકારીઓએ જેલમાં બપોરે ૨:૨૦ થી સાંજના 4:30 સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ મોબાઇલ કબજે થયા. જેલની પાછળની હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે કચરામાં મળેલા ફોન નોકિયા બ્રાન્ડના હતા, જેઓની અંદાજિત કિંમત રૂ. 6000 છે.

મોબાઇલથી મળેલી સીમ કાર્ડ્સ સાથે, બંને ફોનનું કબજો લઈને વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) મોકલવામાં આવ્યા છે, જેથી કેટલીક વધુ વિગતો સામે આવી શકે.

જેલમાં હાઈપ્રોફાઈલ કેદીઓ રહેઠાણ હોવાથી આ ઘડતર ગંભીર સમજોાતો ગણાય છે. આ ચેકિંગ થોડા દિવસો અગાઉ થયેલા આરોપના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્ય સરકારને લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે કેદી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં કેટલીક અનધિકૃત સુવિધાઓ આપવામાં આવી રહી હતી.

ઝડતી સ્ક્વોડના અધિકારી દેવશીભાઈ રણમલભાઈ દ્વારા ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે અને પોલીસે સીમ કાર્ડના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જલ જીવન મિશન 2.0 માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે એમઓયુ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…