નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સિંગલ ક્લિક પેમેન્ટ’થી MSME અને ઉદ્યોગ વિભાગના લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયની કરી ચૂકવણી

ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ”માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૦૨ લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77 કરોડની સહાય ઈ-પેમેન્ટ મારફતે ત્વરિત પૂરી પાડવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સહાય ચુકવણીની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. આ પ્રકારના ડિજિટલ અભિગમથી લાભાર્થીઓને સમયસર અને વચેટિયાઓ વગર પારદર્શક રીતે સહાય પ્રાપ્ત થઈ રહ્યો છે. ગુજરાત સરકાર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે, અને આ ‘સિંગલ ક્લિક’ પ્રક્રિયા તે દિશામાં એક મજબૂત કદમ સાબિત થઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ટ્રમ્પનું મોટું નિવેદન: એક સૈનિક બચાવવા માટે 155 વિમાન, ઈરાનને એક રાતમાં ખતમ કરવાની ક્ષમતા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનની સાથે ચાલી રહેલી紧张 પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, અમેરિકાને એટલી શક્તિ છે કે તે ઈરાનને એક રાતમાં…

ગુજરાત વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવર કેન્દ્રમાં, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરનો વધારાનો હવાલો

ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારો રાજ્યના વહીવટીતંત્રમાં પેદા થતા ખાલી પડેલા પદો અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના જવાબદારીઓના વિતરણને…