જિલ્લા શિક્ષણ વિભાગ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 ના સંદર્ભમાં અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં ‘લોકશાહીના મહાપર્વ’ નિમિત્તે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન અંતર્ગત ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓની સાથે સામૂહિક મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.


આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’, ‘મારો મત, મારી તાકાત’ અને ‘મારો મત, લોકશાહીનો આધાર’ જેવા વિષયો પર પોતાની કલા અને વિચારોના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

વધુમાં, વિદ્યાર્થીઓએ લોકશાહીના આ ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવતા મતદાન કરવા માટેના પવિત્ર શપથ ગ્રહણ કર્યા હતા, જેનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો છે.

વિશેષ રીતે, શાળાના વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત કસોટીના અભ્યાસ કે સમયપત્રકને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના આ પ્રવૃત્તિઓનું અત્યંત સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

    વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

    એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

    મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…