દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે.

GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં
જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ.
– ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ.
– સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના.
– માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક.

સ્થિતિ સુધરી નથી?
નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ પર લાગતી આગ અને ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓ હજુ પણ સંપૂર્ણ નિયંત્રણમાં નથી.
IIT કાનપુરની સહાયથી ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ પાડવાના પ્રયાસો કર્યા ગયા, પરંતુ કુદરત સાથે સહયોગ ન મળવાને કારણે અસરકારક વરસાદ પડ્યો નથી.

પડોશી રાજ્યોનો પ્રભાવ
પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પરાળી સળગાવવાની પ્રવૃત્તિઓ પણ દિલ્હીની હવામાં પ્રદૂષણ વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે. ગાઢ ધુમ્મસ અને પવનની ધીમા ગતિને કારણે પ્રદૂષણના વાદળ વિખેરાતા નથી.

નાગરિકો પર અસર
દિલ્લીના નાગરિકો ગળામાં બળતરા, આંખમાં પાણી, શ્વાસના રોગો અને લાઈફ સ્ટાઇલ પર સકારાત્મક અસર ના હોવાને કારણે પીડાઈ રહ્યા છે. રાજકીય પક્ષો BJP અને AAP વચ્ચે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે, જ્યારે હકીકતમાં સામાન્ય લોકો દવાઓ અને માસ્ક પર આધાર રાખીને જીવન જાળવી રહ્યા છે.

હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારના પગલાં જરૂરી છે, પરંતુ તેના અસરકારક અમલ માટે માર્ગ, લૅન્ડફિલ, પરાળી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ જરૂરી છે. નાગરિકોની સલામતી માટે તુરંત અને વ્યાવહારિક પગલાં લેવામાં આવવા જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…