સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસએ જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે રૂ.19,28,39,69,000 (આશરે 1928 કરોડ)થી વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધ્યો છે. આ કેસ ‘શાંતિ રેસિડેન્સી’ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે.
આરોપીઓ સામે ફરિયાદ
પોલીસ અનુસાર, આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને ગંભીર ગુનાઓ આચર્યા છે:
– ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરાયા
– દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ વિના ખોટી સહીઓ કરી કરોડોનું કૌભાંડ
– ભોગ બનનારને ધમકી આપવામાં આવી કે પોલીસ ફરિયાદ કરશો તો પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે
મુખ્ય આરોપીઓ
– ચુનીભાઈ હરીભાઈ ગજેરા
– વસંત હરીભાઈ ગજેરા
– અશોકભાઈ હરીભાઈ ગજેરા
– રાકેશભાઈ ગીરધરલાલ ગજેરા
– બકુલભાઈ હરીભાઈ ગજેરા
– અન્ય ત્રણ શખ્સો સામે પણ તપાસ ચાલુ
તપાસની વિગતો
સુરત ઇકો સેલ દ્વારા નોંધાયેલા આ કેસને હાલની સૌથી મોટી આર્થિક ગુનાની કાર્યવાહી ગણવામાં આવી રહી છે. પોલીસે ડિજિટલ પુરાવા, દસ્તાવેજો અને સંબંધિત તમામ ડેટા એકત્રિત કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા સુરતના બિલ્ડર લોબીમાં ભારે ચકચારી વ્યાપી ગઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





