ગુજરાતમાં શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાતો હોવાથી લોકો દ્વિધામાં મુકાયા છે.
રાજ્યમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું છે:
નલિયા : 10.4 ડિગ્રી
અમરેલી : 12.7 ડિગ્રી
ડીસા : 13 ડિગ્રી
રાજકોટ : 12.3 ડિગ્રી
પોરબંદર : 14.8 ડિગ્રી
ગાંધીનગર : 15.3 ડિગ્રી
કંડલા : 15.5 ડિગ્રી
દીવ : 15.7 ડિગ્રી
સુરત : 16.8 ડિગ્રી
અમદાવાદ : 17 ડિગ્રી
ઉત્તર ભારત અને બિહારમાં ધુમ્મસની શક્યતા
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા નથી.
કેમ આ વર્ષે શિયાળો નરમ રહ્યો?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતાં સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. પરિણામે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી રહી અને ઠંડા પવનનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચ્યો નહીં.
આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં વધેલા તાપમાનની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો અટક્યો છે.
ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડક ઠંડી અનુભવાતી હતી, પરંતુ આ વર્ષે ગત વર્ષની તુલનામાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભર શિયાળે પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી છે.
આંકડાઓ મુજબ, ડિસેમ્બર-2024માં કચ્છના નલિયામાં 31 દિવસમાંથી 22 વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






