ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.
હવામાન નિષ્ણાતો કહે છે કે 18 નવેમ્બર પછી ગુજરાતમાં કડકડતી ઠંડીનો આરંભ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને શિયાળાનો પૂરો માહોલ અનુભવાશે.
સવારના ધુમ્મસ, ઘટતા ભેજના સ્તર અને ઉત્તરપવનના કારણે રાજકોટ, અમરેલી અને નલિયા જેવા વિસ્તારોમાં ઠંડીમાં સ્પષ્ટ વધારો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકો પહેલેથી જ ગરમ વસ્ત્રો પહેરીને સાવચેતી રાખી રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






