CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત

ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.

વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત
મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-2026ની ઉજવણી કરાવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, વિદેશી પતંગબાજો સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…