નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે.

અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર બ્રિગેડે પતરું કાપીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અકસ્માતના કારણે હાઇવે પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’

સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા…

ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે…