BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો કરતાં વધુ સીટો મેળવી.

બેઠકોનું વિભાજન:
ભાજપ: 89 બેઠકો
શિવસેના (એકનાથ શિન્દે ગ્રુપ): 29 બેઠકો
શિવસેના (ઉદ્ધવ ભાઈ UBT) + MNS: 69 બેઠકો

મહારાષ્ટ્રની બીજી મહાનગરપાલિકાઓમાં પણ મહાયુતિને સારા પરિણામો મળ્યા છે, જેમાં પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. BMC ની આ જીત રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ શહેરને રાજકીય દિશા માટે મોટા પાયે પ્રભાવશાળી ગણવામાં આવે છે.

2026ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “લોકોએ અમને આગામી પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. તેમનો વિશ્વાસ અને પ્રેમ અમારી સૌથી મોટી તાકાત છે.” તેમણે કહ્યું, “અમે ક્યારેય જાતિ, ધર્મ કે ભાષાના આધારે રાજકારણ રમ્યું નથી. અમે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે વિકાસને આગળ ધપાવ્યો અને કોઈપણ રીતે ભેદભાવ કર્યો નહીં.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…