ભાવનગરના પાલીતાણામાં નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો.
આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
સગીરાની તબિયત બગડતાં તેની માતાને જાણ કરી હતી. સગીરાની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું છે કે, 15 વર્ષિય સગીરા સાથે નરાધમે એક વર્ષ પેલા મિત્રતા કેળવી હતી. પ્રેમજાળમાં ફસાવતાની સાથે કિશોરી સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા.
આ પણ વાંચો :- Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
સમય જતા સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાની માતાએ જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પાલીતાણા ટાઉન પોલીસે શખ્સ નિકુંજ વાળા સામે ગુનો નોંધ્યો છે. અને પોલીસે પોક્સો સહિત કલમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







