પહેલગામ આતંકી હુમલા બાદ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ મામલે ધારી પોલીસ દ્વારા ગત તા.1 ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આજે મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર ૬૬, વર્ષ 1990 માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદરેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદરેસા તરીકે થતો હોય જેથી તે પ્લોટ જે શરતોને આધીન ફાળવવામાં આવેલ હતો તે પૈકી શરત 1,4, અને 6 નો ભંગ થતો હોવાનું જણાયું હતું.
સરકારે ફાળવેલ પ્લોટમાં શરતભંગ ગણી તે પ્લોટ સરકાર સદરે લેવા અને તે પ્લોટ રાજ્ય કે કેન્દ્ર સરકારના પ્લોટ વિહોણા લાભાર્થીને ફાળવવા માટે અનામત રાખવા લેન્ડ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં હાલ મદ્રાસાએ દિનેમહમ્મદીનું મકાન બનેલું હતું. આ મકાનનું સ્ટ્રક્ચર પ્લોટની ફાળવણીની શરતભંગ કરીને બનાવવામાં આવ્યું હતું. જેને લઈને તંત્ર દ્વારા ડિમોલિશન પ્રક્રિયા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








