પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેશન સામે આવ્યું છે. મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે.
ગઈકાલે ધારીના હિમખીમડી પરામાં ગઈકાલે કાલે ધારી પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને મૌલાનાની ગતિવિધિઑ પર શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને મૌલાનાના ફોનમાંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને SOG એ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૌલાનાનો મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલ્યો છે.
મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખે અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ તે મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી રજૂ કરી શક્યો. ત્યારે મૌલાના વિરુદ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






