અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે.

પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025
– 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી
સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર
સમયે: સવારે 10:00 કલાકે
કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

– દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા
સ્થળ: ચાંગડા ગામ
સમયે: બપોરે 2:00 કલાકે
શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે.

– પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા
સ્થળ: મહુલિયા ગામ
સમયે: સાંજે 5:00 કલાકે
રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે મટિંગ.

બીજો દિવસ – 7 જુલાઈ 2025
– જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ
સ્થળ: અમદાવાદ
સમયે: સવારે 4:00 કલાકે

– SLIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન
સ્થળ: નારણપુરા, અમદાવાદ
સમયે: સવારે 10:30 કલાકે

– વિદ્યાર્થી ભવન ઉદ્ઘાટન કાર્યક્રમ
સ્થળ: આંબાવાડી, અમદાવાદ
સમયે: સવારે 11:00 કલાકે

અમિત શાહનો આ પ્રવાસ માત્ર ઔપચારિક નહી પરંતુ વિકાસના નવા માપદંડ ઊભા કરવાના ઉદ્દેશ સાથે છે. ખાસ કરીને શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડ, સહકારી પાયલોટ પ્રોજેક્ટ્સ, અને આધુનિક હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્ઘાટનો એવાં પગલાં છે, જે ગ્રામિણ અને નગર વિસ્તારોના વિકાસ માટે મહત્વના સાબિત થશે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *