મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ શરૂ, મુસાફરોને મળશે વધુ સુવિધા

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માંગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026થી કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી મિડલ ઈસ્ટમાં મુસાફરી કરતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.

એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 13 માર્ચથી જેદ્દાહ અને મસ્કત માટે નિયમિત સેવાઓ ચાલુ રહેશે. જેદ્દાહ માટે કુલ 6 ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે, જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે 12 શેડ્યૂલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.

આ ઉપરાંત એર ઈન્ડિયા દિલ્હી અને મુંબઈથી જેદ્દાહ માટે એક-એક રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ શરૂ કરશે. બીજી તરફ એર ઈન્ડિયા એક્સપ્રેસ હૈદરાબાદથી જેદ્દાહ માટે એક ફ્લાઈટ અને તેની વાપસી સેવા પણ આપશે.

એરલાઈન્સે વધુમાં જણાવ્યું કે 14 માર્ચે રિયાધ માટે પણ નોન-શેડ્યૂલ રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ ચલાવવામાં આવશે. જેમાં એર ઈન્ડિયા મુંબઈથી અને એર ઈન્ડિયા એક્સપ્રેસ કોઝિકોડથી ફ્લાઈટ ઓપરેટ કરશે. મસ્કત માટેની નિયમિત સેવાઓમાં દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમથી રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ્સ સામેલ રહેશે.

તે સિવાય બંને એરલાઈન્સ UAE અને સાઉદી અરેબિયા માટે કુલ 60 નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ ચલાવવાની યોજના ધરાવે છે. જોકે આ ફ્લાઈટ્સ સ્લોટ ઉપલબ્ધતા અને સ્થાનિક નિયમનકારી મંજૂરી પર આધારિત રહેશે.

આ દરમિયાન ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા માટેની એર ઈન્ડિયાની તમામ નિયમિત ફ્લાઈટ્સ યથાવત્ ચાલુ રહેશે. જેમના રૂટ તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે એવા મુસાફરોને ભવિષ્યની તારીખે નિઃશુલ્ક રીબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડની સુવિધા આપવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

લોકસભામાં LPG સંકટ મુદ્દે ગરમાગરમી: રાહુલ ગાંધીએ સરકારને ઘેર્યા, પેટ્રોલિયમ મંત્રીએ અછત નકારી

લોકસભામાં આજે કાર્યવાહી શરૂ થતા જ રાજકીય તણાવ જોવા મળ્યો. અધ્યક્ષ પદ પર ફરીથી પરત ફરેલા ઓમ બિરલાના આગમન બાદ જ વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. સ્પીકરે સભ્યોને પ્રશ્નકાળ…

યુદ્ધ વચ્ચે ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ પોતાનો પહેલો સંદેશ જારી કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે “અમે શહીદોના મૃત્યુનો બદલો લઈશું”. ખામેનીએ બાળકોના મૃત્યુનો બદલો લેવાની પણ વાત કરી…