જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’

સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા માળે આજે જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી જનરલ હોસ્પિટલ,આણંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ‘આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ અને લેબ ટેકનિશિયનો તથા તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓની સર્વગ્રાહી તપાસ કરવામાં આવી હતી,

જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ (સુગર), અને વજન અને ઊંચાઈની તપાસ, લોહીની વિવિધ તપાસ, ઈસીજી તપાસ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ મહિલાઓ માટે મેમોગ્રાફી સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ તકે નિષ્ણાત તબીબો દ્વારા વ્યસ્ત કાર્યશૈલી વચ્ચે માનસિક તણાવ મુક્ત રહેવા અને પોષણયુક્ત આહાર લેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના કર્મચારીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ 140 જેટલા અધિકારી કર્મચારીઓ પૈકી 103 પુરુષ જ્યારે 37  મહિલા કર્મચારીઓએ લાભ લીધો હતો. જેમાંથી 75  લોકોની હૃદયની તપાસ (ECG), 21 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનીંગ, 14 લોકોનું BMI 30 થી વધુ આવતા તેમને જરૂરી માર્ગદર્શન, પાંચ લોકોનું ડાયાબિટીસ નિદાન અને ચાર લોકોનું હાઇપરટેન્શન નિદાન કરવામાં આવ્યું હતું.

આ બાબતને ધ્યાને રાખીને, કાર્યસ્થળ પર જ આરોગ્યની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં વર્ગ-1 અને વર્ગ-2  ના અધિકારીઓથી લઈને વર્ગ-4 સુધીના કર્મચારીઓ સહિત તમામ સ્તરના કર્મયોગીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને પોતાના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવ્યું હતું.

  • Related Posts

    અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

    કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

    આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

    આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…