Ahmedabad : ચંડોળામાં અત્યાધુનિક એસ.ટી. વર્કશોપનું મંત્રી દર્શનાબહેન વાઘેલા અને MP દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ  દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે.

વિધિવત પૂજન સાથે વર્કશોપના નિર્માણ કાર્યનો પ્રારંભ
ઉપસ્થિત મહાનુભાવો, એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં વિધિવત પૂજન સાથે વર્કશોપના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા વધુ સુદ્રઢ બનશે.

આ ખાતમુહૂર્ત સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર  જતીનભાઈ પટેલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા   ગૌરાંગભાઈ પ્રજાપતિ, એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“તમારો દેશ વધુ મજબૂત બન્યો” – 114 રાફેલ ડીલ પર ટીકા સામે મેક્રોનનો જવાબ

ઇમેન્યુઅલ મેક્રોનએ ભારત સાથેના 114 રાફેલ ફાઇટર જેટના સોદા અંગે થતી ટીકાને નકારી કાઢી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ સોદો ભારતને વધુ મજબૂત બનાવે છે અને…

છોટા ઉદેપુરમાં વહેલી સવારે ઝાપટાં: ઠંડીમાં વધારો, પાકને નુકસાનની ભીતિ

ગુજરાતમાં ગરમીની આગાહી વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વાલોઠી, બમરોલી,…