રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.
5 કાર બળીને ખાખ
બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5 કાર પણ બળીને ખાખ થઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







