Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે.

આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી

સ્કોર્પિયો નહેરમાં પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય મિત્રોએ દોરડું ફેંકીને ત્રણેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયો કાર નહેરમાં પડી જવા અને ત્રણ યુવાનો ડૂબી જવાની માહિતી ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ માટે સરખેજના ફતેહવાડી કેનાલમાં પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સ્કોર્પિયો કારને બહાર કાઢી છે.

ઉલ્લેખનિય છે કે, સ્કોર્પિયો કાર ભાડે લઇને 4 કિશોરો રીલ્સ બનાવવા ગયા હતા. જેમાં વિરાજસિંહ રાઠોડ નામનો કિશોર બચી ગયો હતો. અને યશ, યક્ષ અને ક્રિશ કેનાલમાં ખાબક્યા હતા. 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લઇને રીલ્સ બનાવવા માટે ગયા હતા. તે સમયે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. અને મૌલિક જાલેરા નામના શખ્સે ગાડી આપી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

આ સમગ્ર ઘટનામાં અન્ય કિશોર ક્રિસ દવેના પરિવારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ક્રિશના પરિવારજન હિતેષ દવેએ જણાવ્યું હતું કે કાર ભાડે આપનારે ખરાઇ કરાવી જોઇએ. રીલ્સ બનાવવાના ચક્કરમાં આ ઘટના ઘટી હતી. રીલ્સ બનાવવનું કલ્ચર દૂર થવું જોઇએ. લોકોએ જોખમી રિલ્સ ન બનાવવી જોઈએ.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *