અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલન પર ઉતર્યાં છે. રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો છે. જેમાં રિક્ષાચાલકોએ એપ્લિકેશનથી ચાલતા ખાનગી ટુ-વ્હીલરથી મુસાફરોને લઈ જવાનો વિરોધ કર્યો છે. રિક્ષાચાલકોની માંગ છે કે, સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

રિક્ષાચાલકોને RTOની મિટિંગમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આજથી પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષાચાલકોએ રિક્ષા ઉપર પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે, સફેદ નંબર પ્લેટવાલા ટુ-વ્હીલર બંધ કરવા માટે છેલ્લા બે વર્ષથી સતત રજૂઆત કરાઈ રહી છે. આવા વાહન ચાલુ રહેતા રિક્ષા ચાલકોની રોજીરોટી બચાવવા આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ચાલકોએ રિક્ષાઓ પર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ-વ્હીલર બંધ કરો.
આ પણ વાંચો :- Junagadh : વડાપ્રધાન મોદી સાસણ ગીરની મુલાકાતે, ગીરના જંગલમાં કર્યા સિંહ દર્શન

છેલ્લા બે વર્ષથી રિક્ષા ચાલકોની રજૂઆત તે છતાં નિરાકરણ ન આવતા આંદોલનની શરૂઆત કરવામાં આવ્યું છે. આ પોસ્ટર પરથી સ્પષ્ટ છે કે, જો રિક્ષાચાલકોની માંગણી નહીં સંતોષાય તો, તેમની માંગણી પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ જતા આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. રિક્ષાચાલકોએ આગળ જતા વિરોધ પ્રદર્શન તેમજ ભુખ હડતાલ કરવાની પણ તૈયારી બતાવી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








