અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

આગામી તહેવારોને ધ્યાને લઈને અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજથી આ ટ્રેન માટેનું બુકિંગ શરુ થઈ ગયું છે.

-> આજથી બુકિંગ થયુ શરૂ :- ટ્રેન નંબર 09411 માટે બુકિંગ આજથી એટલે કે, 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

-> ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઉપડશે? :- 01-ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 8.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 1.00 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.

02-ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચ થી 29 જૂન 2025 સુધી દર રવિવારે ગ્વાલિયરથી 4.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.05 વાગ્યે અમદાવાદ પહોંચશે

આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. જેથી મુસાફરો આરામથી મુસાફરી કરી શકશે.

Related Posts

અમરેલીમાં ભારે વરસાદનો કહેર: 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર, ધારીમાં 68 લોકોનું સફળ રેસ્ક્યૂ

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં નવા નીરની આવક અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ…

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈ એલર્ટ પર, રાજ્યમાં સરેરાશ 15.26% વરસાદ

ગુજરાતમાં ચોમાસું 2026 હવે સંપૂર્ણ તાકાત સાથે સક્રિય બન્યું છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગના સંકલિત અહેવાલ મુજબ આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ સરેરાશ 138.75 મિમી (આશરે 5.5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *