વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે. સાસણ ગીરમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા છે. વડાપ્રધાને 6થી વધારે સિંહના દર્શન કર્યા છે. પ્રથમ 2 નર સિંહના કર્યા દર્શન અને બાદમાં સિંહ પરિવારના PMએ દર્શન કર્યા હતા. ભંભાફોલ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કર્યા હોવાની વાત સામે આવી છે.

-> પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રિ જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાનાં દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું.આજે વહેલી સવારે તેઓએ સિંહ દર્શન કર્યા અને વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ રાજકોટ જશે. અને રાજકોટથી આજે સાંજે તેઓ દિલ્હી પ્રયાણ કરશે.
આ પણ વાંચો :- ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

-> વડાપ્રધાને ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કર્યા કામ :- એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
આ પણ વાંચો :- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે, હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની લીધી મુલાકાત

Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








