અમદાવાદની LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા વિપક્ષના નેતાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિપક્ષ નેતાએ LG હોસ્પિટલની મુલાકાત કરી કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા હતા. LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા અનેક દર્દીઓને હાલાકી પડી હતી. LG હોસ્પિટલનું વાર્ષિક બિલ કરોડોનું છતાં લાઇટમાં ધાંધિયાને લઇને વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર નિશાન તાક્યું હતું.
આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા
લાઇટ બિલ ભરવા છતાં એલજી હોસ્પિટલમાં લાઇટ સપ્લાયના ધાંધિયાને લઇને તેમણે કહ્યું કે જે અધિકારીઓની બેદરકારી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જો કે પાવર સપ્લાય કટ થવાની ઘટના પહેલીવાર બની હોવાનો હોસ્પિટલે ખુલાસો કર્યો.
આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ
હોસ્પિટલનું જનરેટર ચાલુ થતા પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ICU માં પાવર બેક બેટરી હોય છે માટે તે દર્દીઓને કોઈ તકલીફ નથી પડી તેવુ પણ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું
મહત્વનું છે કે, એલજી હોસ્પિટલમાં લાઇટ ગુલ થતા દર્દીઓને હાલાકી પડી હતી. હોસ્પિટલ દ્વારા વાર્ષિક 4 કરોડ કરતા પણ વધારે રકમનું લાઇટબીલ ભરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વાર્ષિક અંદાજે 18 કરોડ જેટલું લાઇટબીલ ભરે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







