કેન્દ્રીય મંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યોના સહકારી મંત્રીઓની ‘મંથન બેઠક’ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

બેઠકની ચર્ચાઓમાં દેશના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવાના હેતુથી ૨ લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (MPACS), ડેરી તથા મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિનો સમાવેશ કરવામાં આવશે. તદુપરાંત, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના દેશવ્યાપી નેટવર્કને વિસ્તારવા, ખેડૂતો માટે સંગ્રહની સુધારેલી સુવિધાઓ, ભાવ સ્થિરતા અને બજારની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આ બેઠક નિકાસ, જૈવિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણ પુરવઠાના ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત કરવા માટે નવી રચાયેલી ત્રણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ — નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)માં રાજ્યોની ભૂમિકા, ભાગીદારી અને અપેક્ષાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

વધુમાં, રાજ્યના સહકારી કાયદાઓમાં સમયબદ્ધ સુધારા, ૯૭મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ કાયદા અપનાવવા, સહકારી ખાંડ મિલોની આર્થિક વ્યવહારક્ષમતા વધારવા, ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવું તેમજ અમૂલ અને NDDBના સહયોગથી નવી ડેરી સહકારી મંડળીઓની રચના અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

કઠોળ અને મકાઈના ઉત્પાદનને પ્રોત્સાહન, સહકારી બેંકોના વિવિધ પડકારોનું નિરાકરણ, શેર સર્વિસ એન્ટિટીઝ (SSE) અને અમ્બ્રેલા સ્ટ્રક્ચર્સને મજબૂત કરવા, સભ્યપદ અને જાગૃતિ અભિયાનનો વિસ્તાર કરવો અને અસરકારક મીડિયા પ્લાનિંગ વિકસાવવા જેવા વિષયો પણ બેઠકમાં વિચાર-વિમર્શનો ભાગ બનશે.

આ ઉપરાંત, PACS અને RCS કચેરીઓના કોમ્પ્યુટરાઈઝેશન, નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝનો ઉપયોગ, માનવ સંસાધન વિકાસ અને તાલીમ તથા નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC)ની યોજનાઓના અમલીકરણ અંગે રાજ્યોની અપેક્ષાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ ‘મંથન બેઠક’ સહકારી સંઘવાદની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે ગાઢ સંકલન વધારશે, જેનાથી સહકારી સંસ્થાઓ પાયાના સ્તરે સમૃદ્ધિ, રોજગાર નિર્માણ અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ…

ઈશાન કિશને યુવરાજ સિંહનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો!, બનાવ્યા 5 મોટાં રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા હાઇ-વોલ્ટેજ ટી20 મુકાબલામાં ઈશાન કિશનું ધડાકેદાર બેટિંગ આપણા સૌને આશ્ચર્યચકિત કરી દીધું છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઉપલબ્ધ તકનો લાભ ઉઠાવતાં કિશને ફક્ત 27 બોલમાં…