Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર

સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ

જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા. જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ

આ આદેશ મળતાની સાથે જ લિસ્ટ બન્યા અંગે ડીસીપી ભાવેશ રોઝીયાએ કહ્યું કે, અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે.પોલીસ વડાના આદેશ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે. જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયો

ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની જમીન ફાળવણી…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 5 બાળકોના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. રાજ્યમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બાળકોમાં ફેલાતા આ ગંભીર રોગને નિયંત્રણમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *