Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ

વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની સામે આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓને FRCએ નક્કી કરેલી ફી લેવાની હોય છે. ત્યારે આ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવવામાં આવે છે. વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ

મળતી માહિતી મુજબ, પોદાર સ્કૂલ દ્વારા સિનિયર કેજીમાં 33 હજાર સામે 51 હજાર 360 ફી, જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર ફી, નર્સરીમાં 33 હજાર સામે 43 હજાર 200 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત દરેક ધોરણમાં 12 હજારથી 15 હજાર વધુ ફી વસૂલવામાં આવતા વાલીઓને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે વધુ લીધેલી ફી પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ફી પરત કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદની LG હોસ્પિટલ ફરીથી વિવાદમાં, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

સમગ્ર ઘટનાને લઇ વાલીઓ દ્વારા શાળા ,જિલ્લા શિક્ષણાધિકારી અને FRCમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં વાલીઓને કોઇ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે શાળામાં ભણતા બાળકોના માતાપિતાને ભારે મુશ્કેલી વેઠવાની વારી આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ…

ગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયો

ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની જમીન ફાળવણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *