Morbi : મોરબીમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો કેસ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

મોરબીમાં પોલીસે હત્યા કેસનાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જે બનાવમાં પોલીસે હત્યા કરનાર હાલ ત્રણેય હત્યારાઓ ઓળખ કરી લીધી હતી. અને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ

મળતી માહિતી મુજબ, ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના તેઓ ઓફિસથી જમવા ગયા હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા. ત્યારે આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે.ખીરઇ તા.માળીયા મિયાણા, આરોપી જાકિર બચુભાઇ સંધી રહે.ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે.શોભેશ્વર મફતિયાપરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા તેમના પિતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

આરોપીઓ ત્યાંથી ઝઘડો કરી જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના દસેક વાગ્યે ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસેથી જતા રહ્યા હતા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા હતા ત્યારે હત્યારા ત્રણેય આરોપીઓ ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા હતા અને ઝઘડો કરી જેઠીગીરીને છરીના ઘા મારી દેતા બાજુની ઓફીસ વાળાઓએ ગિરિરાજગીરીને બનાવ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમના પિતાને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. હત્યાના બનાવ અંગે હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.અને ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

ODIમાં ભારત સામે જ્હોન કેમ્પબેલે ફટકારી સૌથી ઝડપી કેરેબિયન સદી, 65 બોલમાં બનાવ્યા 101 રન Explosive

WIના જ્હોન કેમ્પબેલે 65 બોલમાં ફટકારી સદી: ભારત સામે ODIમાં સૌથી ઝડપી કેરેબિયન સદીનો રેકોર્ડ, 101 રન પર આઉટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગૌહાટી ખાતે રમાઈ રહેલી બીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જ્હોન કેમ્પબેલે ધમાકેદાર બેટિંગ કરીને ભારતીય બોલિંગ આક્રમણને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરીને ભારત સામે વેસ્ટ ઈન્ડિઝના બેટર દ્વારા સૌથી ઝડપી ODI સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. જોકે સદી બાદ તેઓ 101 રન બનાવીને આઉટ થયા હતા. ઉપલબ્ધ સ્કોરિંગ અહેવાલો મુજબ તેમની આખી ઇનિંગ્સ 68 બોલમાં 101 રનની રહી, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો.કેમ્પબેલની આ તોફાની ઇનિંગ્સના કારણે વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતના ઓવરોમાં જ ભારત પર દબાણ બનાવી દીધું હતું. બીજી તરફ ભારતીય ટીમ માટે આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *