Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે.

આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *