Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે. અને શાળાઓમાં જરૂરિયાત મુજબ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :- Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું

450 શાળામાં IEC ડિસ્પ્લે મુકવામાં આવશે. આ ડિસ્પ્લેમાં ગરમીમાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપવામાં આવનાર છે. ત્યારે શિક્ષણ સમિતિના આ નિર્ણયના કારણે વિદ્યાર્થી પાણી પીવાનું ભૂલી નહીં શકે.

ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવા, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે.

આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં ‘લૂ લાગવી’ કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *