મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે.
આ પણ વાંચો :- Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ
મહત્વનું છે કે, ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ડિમોલિશનની કામગીરીને લઇ માળીયાના મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો કરેલી જગ્યામાં ખડકી દેવામાં આવેલા પાકા મકાન ઉપર જેસીબી અને હીટાચી મશીન ફેરવી દઈને દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.
આ પણ વાંચો :- Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ
ઉલ્લેખનિય છે કે, મોરબીના માળીયા મિયાણાના ખરાઈ ગામે રેડ કરવામાં ગયેલી પોલીસની ટીમ પર બુટલેગર અને તેના પરિવાર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જેમાં 6 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરનું ગેરકાયદેસર મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. બુટલેગરનું આ મકાન સરકારી જમીનમાં ઊભું કરવામાં આવ્યું હતું જેના પર આજે બુલડોઝર ફરી વળ્યું હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








