રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તો મંદિરના દ્વારે આવી પહોંચ્યા હતા. મંગળા આરતીમાં આજરોજ 1 લાખ કરતા વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો.
આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
મંદિરમો ભક્તોના ધસારો :- ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના ગુંજથી આખું ડાકોર આજે કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું છે. યાત્રાધામ ડાકોર પંહોચવા રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાંથી દિવસો પહેલા પગપાળા સંઘ નીકળ્યા છે જે આજે હોળી તહેવાર પર ડાકોર પંહોચ્યાં હતાં. ડાકોરથી દૂર ત્રણ કિલોમીટર સુધી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે અને આ અવરીત પ્રવાહ આખો દિવસ આ રીતે જોવા મળશે.
આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી
ડાકોર મંદિરની સ્થાપના :- ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગુજરાત જ નહીં ભારતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. ભગવાન કૃષ્ણના પ્રખ્યાત મંદિરોમાં ડાકોરનો પણ સમાવેશ થાય છે. ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણના સ્વરૂપનું રણછોડરાયના નામથી પૂજન થાય છે. દેશભરના કૃષ્ણ મંદિરોમાં હોળી તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. હોળી તહેવાર પર ભગવા કૃષ્ણના મંદિરોમાં મંગળા આરતી, ભોગ, શયન પૂજા ઉપરાંત વિશેષ કરીને ફૂલડોલ ઉત્સવનું આયોજન થાય છે. આજે 13 માર્ચના રોજ હોળી તહેવારની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા ડાકોર તરફ ડોટ મૂકી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








