Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો છે. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે.

આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા

હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી. 15 દિવસ પહેલા તેમની બહેનનો અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન વખતે તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં કહ્યું કે જો મારા જેવા નામાંકિત કલાકાર અને મારી વગ હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરો બેદરકારીભર્યું વલણ દાખવી રહ્યા હતા. તો પછી ગરીબ દર્દીઓને તો શું સારવાર મળતી હશે?

આ પણ વાંચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

બહેનને રાજકોટ લઈ જતા હું પણ ત્યાં પંહોચ્યો પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો કોઈ અત્તોપતો ના મળ્યો. ડોક્ટરને વિનંતી કરી કે બહેનનો કેસ સિરીયસ છે છતાં કહ્યું કે વારો આવે ત્યારે આવજો. આખરે અકસ્માત જેવા કેસમાં 5 કલાકે સિટી સ્કેન થયું. અકસ્માત જેવા ગંભીર કેસમાં સારવારમાં આટલો બધો સમય થાય તો દર્દી સાથે વધુ ગંભીર બનાવ પણ બની શકે છે.

આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ

મહત્વનું છે કે, સરકારની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા છે છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી કે, સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાના સાધન તો અપાય છે. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. તંત્ર દ્વારા ડોકટરોની કામગીરીને લઈને નિયમિત તપાસ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો આવા બની બેઠેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લે તેવી મારી માંગ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Sami Religious Convention Strict Police Security 2026: સમીમાં ગુંજ્યા ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા..

Samiમાં પ્રવીણ તોગડિયાની ધાર્મિક જાહેર સભા: નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ હનુમાન ચાલીસા સાથે સેવા પ્રવૃત્તિઓનો સંકલ્પ, હિન્દુ હેલ્પલાઇન મારફતે જરૂરિયાતમંદોને મદદનો સંદેશ; વિજયાદશમીએ શસ્ત્ર પૂજન અને નવરાત્રિમાં કન્યા પૂજન માટે આહ્વાન Sami: પાટણ જિલ્લાના Sami ખાતે આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના સંયુક્ત ઉપક્રમે વિશાળ કાર્યકર્તા સંમેલન અને ધાર્મિક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થા, સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક જીવન, સમાજસેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં…

Rajkot : કોરાટ ચોકમાં ‘નકલી પોલીસ’નો પર્દાફાશ! યુનિફોર્મ પહેરી ફરતો શખ્સ ઝડપાયો… Exposed 1

Rajkot : કોરાટ ચોક નજીક નકલી પોલીસકર્મી ઝડપાયો: યુનિફોર્મ પહેરી રોફ જમાવતો શખ્સ શાપર પોલીસના હાથે, રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે Rajkot: Rajkot જિલ્લાના શાપર વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ પહેરીને રોફ જમાવતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે. કોરાટ ચોક નજીકથી નકલી પોલીસકર્મી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, શખ્સ પોલીસ વિભાગ સાથે કોઈ સત્તાવાર સંબંધ ન હોવા છતાં પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો અને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે દર્શાવતો હતો.ઘટનાની જાણ થતાં શાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસ યુનિફોર્મ સહિતનો સામાન મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે કુલ અંદાજે રૂ.40,000નો મુદ્દામાલ કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. -> Rajkot …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *