Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા

ગુજરાતમાં હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરી દીધા છે. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કર્યુ છે.

આ પણ વાચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

મળતી માહિતી મુજબ, પાટણમાં ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સિલ કર્યુ છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી. રેડ કરતા બંને ગોડાઉનો બંધ મળી આવ્યા છે. ગોડાઉન માલિકનો ટેલિફોનિક સંપર્ક ન થતા મોડી રાત્રે ફૂડ વિભાગે બે ગોડાઉન સીલ કર્યા છે.

આ પણ વાચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

અગાઉ કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી,4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાલ હાથી ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *