gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…

રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે. સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો,MLAને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવો કરશે. આગામી 1 એપ્રિલથી મધ્યાહન ભોજન કર્મીઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર મધ્યાહન ભોજન કર્મીઓને જ અન્યાય થઈ રહ્યો છે. અને એટલે જ રાજ્યના તમામ મધ્યાહન ભોજન કર્મીઓ પોતાની માગને લઈને આંદોલનનું હથિયાર ઉગામ્યુ છે.

આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે

મધ્યાહન ભોજન કર્મીઓ શું કહી રહ્યા છે? :- મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ જ અત્યારે મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યા છે. આ યોજના હેઠળ કામ કરતાં સંચાલકો, રસોઈ તેમજ મદદનીશ તરીકે મોટાભાગે મહિલાઓનો સમાવેશ કરાયો છે. અને તેમને બહુ મામૂલી વેતન આપવામાં આવે છે તેવું આ કર્મચારીઓનું માનવું છે. મધ્યાહન ભોજન કર્મીઓનું કહેવું છે કે, તેમના કામ સામે તેમજ અત્યારના સમય મુજબ તેમને વેતન આપવામાં આવતું નથી. જ્યારે વેતન વધારવાની માગ કરાઈ ત્યારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરી દેવામાં આવ્યું. અને એટલે જ સરકારના આ નિર્ણય સામે મધ્યાહન ભોજન કર્મીઓમાં રોષ જોવા મળ્યો. આગામી દિવસોમાં પોતાની માગને લઈને કેન્દ્ર પર કામકાજ બંધ રાખી ધરણાં કરશે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

મધ્યાહન ભોજન યોજના :- ગુજરાતમાં 1984માં શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવતું હતું.આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ફંડ આપે છે. સરકાર દ્વારા નિમણૂંક કરાયેલા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા તમામ સરકારી શાળાઓના બાળકોને ગરમ અને રાંધેલુ ભોજન પીરસવામાં આવે છે. રાજ્યમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ગરીબ બાળકોને વધુ પોષણ મળી રહે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *