વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ
સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અને હવે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં બાયોલોજીનું પેપર હોવાથી તેની તૈયારી કરી રહ્યો હતો. પરીવારને લાગ્યું કે, દેવ રૂમ બંધ કરીને વાંચે છે પરંતુ સવારે જોયું તો દેવ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. જેના બાદ પરિવાર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
બોર્ડ પરીક્ષાનાં તણાવના કારણે વિદ્યાર્થીએ આ અંતિમ પગલું ભર્યું હશે. પુત્ર દેવે આપઘાત કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. હરણી પોલીસે વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે.વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો વધુ ભાર ના લાગે અને તેમનાથી બોર્ડ પરીક્ષાનો ભય દૂર થાય માટે અગાઉ પ્રી-બોર્ડ પરીક્ષા પણ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત કરવાની ઘટનાઓ વધતાં હવે શિક્ષકો અને વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને વધુ દબાણ ના કરતા ભયમુકત બની પરીક્ષા આપવાની સલાહ આપે છે. પરિણામ કોઈપણ આવે તમે ગભરાશો નહી તેવું આશ્વાસન પરીવાર દ્વારા આપવામાં આવે છે છતાં પણ હરણી વિસ્તાર જેવા કિસ્સા બનતા રહે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








