રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે.

-> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે.

-> રાજકોટમાં મચ્છરનો ત્રાસ ! :- શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. જેને કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ હોસ્પિટલમાં દર્દીઓને લાઈનો જોવા મળી રહી છે.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *