16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન

B INDIA જૂનાગઢ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે.મતદાન EVM દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. તેમજ 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.

તો સાથે જ રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. માહિતી અનુસાર, આવતીકાલે કુલ 38,86,285 મતદાતાઓ મતદાન કરશે.

-> મહાનગરપાલિકાની 8 બેઠકો બિનહરીફ :- જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જયારે ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે.

Related Posts

Lawyers ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો હડતાળ પર ઉતરશે…

ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના Lawyersહડતાળ પર ઉતરશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઠરાવ, કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન અને દેખાવો -> ભાડા વિધેયક સામે Lawyersનો વિરોધ કેમ? : ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને Lawyers સંગઠનોનો મુખ્ય વાંધો ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા સાથે જોડાયેલો છે. વકીલોના જણાવ્યા મુજબ, અગાઉ ભાડૂત અને મકાનમાલિક વચ્ચેના અનેક વિવાદો ન્યાયિક અદાલતો સમક્ષ આવતા હતા, જ્યારે નવી વ્યવસ્થામાં આવી બાબતોના નિકાલ માટે વહીવટી તંત્રને ભૂમિકા આપવામાં આવી રહી છે.Lawyers સંગઠનોનો દાવો છે કે આ ફેરફારથી ન્યાયિક સત્તાની ભૂમિકા ઘટી શકે છે અને પક્ષકારોને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે. અમદાવાદ સહિતના બાર એસોસિએશનોએ આ જોગવાઈઓ અંગે વાંધા રજૂ કરીને વિધેયકમાં ફેરફાર અથવા જરૂરી સુધારા કરવાની માગ કરી છે. -> બાર કાઉન્સિલ અને…

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો: પૂજારી અને શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે તોડાઇ બારીઓ! Attack 2026

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી: પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયાનો દાવો -> ઓહાયોના મંદિરમાં બપોરે હુમલો : અહેવાલો મુજબ, ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા રિચમંડ હાઇટ્સના શ્રી સ્વામિનારાયણ વાડતાલધામ મંદિરને આશરે બપોરે 1:30 વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાખોરો દ્વારા મંદિર તરફ ઈંટો ફેંકવામાં આવી હોવાનો આરોપ છે. તેના કારણે મંદિરની અનેક બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઈમારતને નુકસાન થયું હતું.આ ઘટના સમયે મંદિરની અંદર પૂજારી તથા કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. અચાનક થયેલા હુમલાને કારણે મંદિર પરિસરમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા અંગેની માહિતી સામે આવી નથી. -> CCTV ફૂટેજથી તપાસ : ઘટના બાદ મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *