ભરૂચના યુવાકનું કેનેડામાં મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

B INDIA ભરૂચ : ભરૂચના 23 વર્ષીય યુવકનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ભરૂચના આમોદના રહેવાસી યુવકનું કેનેડામાં એક અકસ્માતમાં મોત નીપજ્યું છે.આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમટનમાં કરુણ મોત નીપજ્યું છે.જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

23 વર્ષીય ઋષભ લીંબાચીયાનું મૃત્યુ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા થયું છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે,રાતના સમયે રસ્તા પર સ્પીડમાં જતી કારની સામેથી આવતા ટ્રક સાથે ટક્કર થઈ જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળથી ભુક્કો બોલાઈ જાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસર થતી એક બીજી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો.ઋષભ લીંબાચીયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. ઋષભ લીંબાચીયા અલગોમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. અને ટોરોન્ટોમાં રહેતો હતો.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *