ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…

B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ વોલ્વો માટેનું બુકિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. જેના માટે GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

–> બુકિંગ કઈ રીતે કરશો?

* www.gsrtc.in સાઈટ ઓપન કર્યા બાદ Mahakumbh 2025 ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કર્યા બાદ select routes આવશે.

* અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું રહેશે.

* select bording point પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું select droping point અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું.

* onward પર ટેપ કરી તમારે જે તારીખે જવાનું છે તે સિલેક્ટ કરવાનું અને ત્યાર બાદ search પર ક્લિક કરશો. એટલે you have opted for package trip booking પર ok ક્લિક કરવાનું રહેશે.

* ત્યાર બાદ સીટ બુકિંગ કરવા માટેનું ઓપ્શન આવશે અને ત્યાર બાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પોતાની માહિતી એડ કરવાની રહેશે.

* book પર ક્લિક કરશો એટલે trip details આવી જશે. પેમેન્ટ ઓપ્શન આવશે. પેમેન્ટ કર્યા બાદ ટિકિટ બુકિંગ થઈ જશે.

Related Posts

વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે…

હાવડામાં ટ્રેન અકસ્માત, તિરુપતિ ટ્રેનને અન્ય ટ્રેનની ટક્કર, ત્રણ બોગી પાટા પરથી ઉતરી

હાવડાના સંતરાગાચી અને શાલીમાર સ્ટેશન વચ્ચે બે ટ્રેનો અથડાઈ. સંતરાગાચી-તિરુપતિ એક્સપ્રેસ સંત્રાગાચીથી શાલીમાર જઈ રહી હતી, એક એન્જિન બાજુની લાઇન પર બે બોગીને ખેંચી રહ્યું હતું. બંને ટ્રેનો સામસામે અથડાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button