યાત્રાધામ ચોટીલામાં મેગા ડિમોલેશન, ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

B INDIA ચોટીલા : દ્વારકા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રાધામ ચોટીલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ડિમોલેશન કાર્યવાહી પહેલા વહીવટીતંત્રે તમામ દબાણકારોને નોટિસ આપી હતી.

અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સૂચના છતાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેના કારણે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ચોટીલા ડુંગરની તળેટીથી રસ્તા સુધી દબાણો કરાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Related Posts

“ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં સંગીતનો જાદુ! જસ્ટિન બીબર સાથે મેડોના, શકીરા અને BTS મચાવશે ધૂમ.”

ફિફા વર્લ્ડ કપ ફાઈનલનો મેગા હાફટાઇમ શો: જસ્ટિન બીબર, મેડોના, શકીરા અને BTS એક જ સ્ટેજ પર જોવા મળશે! દોહા: ફૂટબોલ પ્રેમીઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા…

“કચરો હવે સમસ્યા નહીં, બનશે ઊર્જાનું સાધન! રોકાણકારો માટે ખુલશે તકોના નવા દ્વાર.”

કચરામાંથી કંચન: ગુજરાત સરકાર ‘વેસ્ટ-ટુ-એનર્જી’ પોલિસીમાં કરશે મોટો ફેરફાર, રોકાણકારો માટે ખુલશે નવી તકો ગાંધીનગર: સ્વચ્છ અને ગ્રીન ગુજરાતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર હવે કચરાના નિકાલની દિશામાં ક્રાંતિકારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *