વડોદરાની ત્રણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી, ડોગસ્ક્વોડ સાથે પોલીસ ઘટનાસ્થળે

B INDIA વડોદરા : વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટી અને તેની હેઠળ આવતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્કૂલના પ્રિન્સપાલને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં સઘન તપાસ કરાઈ રહી છે. સ્કૂલ બસમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

-> ત્રણ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો :- નવરચના સ્કૂલ, યુનિવર્સિટીમાં બોંબ સ્ક્વોર્ડે ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.

-> બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા સ્કૂલમાં તપાસ :- આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી છે. યુનિવર્સિટી અને શાળાઓમાં બોંબ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, PCB પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી હતી.

Related Posts

મોરબીમાં ડબલ મર્ડરથી ચકચાર: જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની ચકચારી હત્યા

મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના વિવાદને લઈને ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બનતા કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *